Monday, July 27, 2009

વન રાખડી પ્લીઝ...


આગામી દિવસોમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે બજારમાં ઉપલબ્ધ અવનવી વેરાયટીમાંથી રાખડી પસંદ કરતી વિદેશી યુવતીઓ.

મોર-માનેની અનોખી દોસ્તી...


પાટણ શહેરની ઐતિહાસિક વીરમાયા ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર અને સ્થાનિક રહીશ સુખદેવ માને વચ્ચે અનોખી દોસ્તી બંધાઇ ગઇ છે.

Thursday, May 28, 2009

હાય રે ગરમી....


કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલાં સર્કલના ચાર ગજરાજોને અસહ્ય ગરમીમાં રાહત આપવા માટે પાણીનો ફુવારો મારી ઠંડક પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે.

સન્માન....


રાજકોટ : ડો. કલામના હસ્તે બાલશ્રી એવોર્ડ વિજેતા બાળપ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રંગારંગ કાર્યક્રમ.jpg


અમદાવાદ : હોટેલ સરોવર પોર્ટિકો ખાતે અબીહાના નવી પ્રોડક્ટનાં લોન્ચિંગમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો

જવું છે મુંબઇ....


અમદાવાદના કલાકારો અર્પિત બિલોરિયા, દેવીબા વાળા અને શ્યામ પહાપાલકર મુંબઇના થાણા સ્થિત યોજાનારા પ્રસિદ્ધ કલાકારોના ગ્રૂપ શોમાં માટે પોતાના પેઇન્ટિંગ્ઝ તૈયર કર્યાં છે. જીવનમાં કલાનું મહત્વ સમજાવતા આ ચિત્રો શહેરના આ કલાકારો નિતાજ ગૌરવ આર્ટ ગેલેરી દ્વારા પ્રદર્શિત કરશે

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હન્ટ....


બુધવારે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હન્ટ માટે અમદાવાદ ખાતે આવેલા કિરણ ખેર અને સોનાલી બેન્દ્રે ખાસ પોઝ આપ્યો હતો.

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હન્ટ...


બુધવારે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હન્ટ માટે અમદાવાદ ખાતે આવેલા કિરણ ખેર અને સોનાલી બેન્દ્રે ખાસ પોઝ આપ્યો હતો.

Tuesday, May 26, 2009

દિલ માગે મોર...


ઉનાળાનો બળબળતો બપોરની અસા ગરમીથી ચોમેર ઉકળાટનો માહોલ હોય ત્યારે માનવથી લઇને પશુ પક્ષી પણ ગરમીથી બચવા માટે વિવિધ કરતબો અજમાવતા હોય છે. ઉનાળાની ગરમીથી બચવા માનવી કોલ્ડ્રિંક્સ લઇ થોડે અંશે રાહત મેળવતો હોય છે. ત્યારે વાપીના એક વિસ્તારમાં વાનરના હાથમાં ઠંડાપીણાની બોટલ આવી જતાં જાણે પોતે પણ કોઇક નવા પીણાનો ટેસ્ટ કરી રહ્યાનો આનંદ લઇ રહ્યો છે. આખરે કહેવાય છે ને કે માનવનો વિકાસ વાનર પ્રજાતિમાંથી થયો છે.

પરિવારની આજીવિકા...


કુદરતે માનવીને જન્મ આપ્યો છે તેની સાથેજ સૌને જીવન જીવવા કલા કે શકિતનો અખુટ ભંડાર સાથેજ પૃથ્વી પર મોકલ્યા છે ત્યારે કેટલાક બુઘ્ધિથી તો કેટલાક કરથી જીવન જીવે છે. આજકાલ ઓછી મહેનતે વધુ કમાવવાની લાલચ લોકોમાં વધુ છે ત્યારે કેટલાક પરિવારો પોતાના વ્હાલસોયા બાળકોને પાટી-પેન આપવાના બદલે પરિવારના ગુજરાન માટે અંગ કસરતના દાવ શીખવાડી લોકોને સસ્તુ મનોરંજન આપવાની લાલચમાં બાળકના ભાવિને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યા છે ત્યારે સરકારના કાયદા કયાં ગયા કે પછી હોતી હૈ ચલતી હૈ.


ગરમીને ગણકારે એ બીજાં...


કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે ગરીબ પરિવારનાં આ ભૂલકાં તપેલી ધરા પર તડકામાં પણ જાણે કોઇ પરેશાની ન હોય તેમ હસતા ચહેરે રમત કરી રહ્યાં છે.

જૂનવાણી તોય મીઠો આશરો....


ગરમીથી બચવા પક્ષીઓ આશરો શોધતા હોય છે, કહેવાય છે. નવી ઈટો કરતા જૂના પથ્થરો અનેરી ઠંડક ધરાવતા હોય છે. કદાચ એટલે જે તસવીરમાં દેખાતા પારેવડાંએ બળબળતી બપોર પસાર કરવા પથ્થરની બખોલ પસંદ કરી છે.

મેગાસિટીનો મેગા માર્ગ....


અમદાવાદના માર્ગોજોઈને હવે પ્રજાને લાગશે કે વાહ... શું મેગાસિટી છે. જાણે મુંબઈ કે દિલ્હીમાં ફરતા હોય તેવું લાગશે. શિવરંજનીથી નહેરુનગર સુધીનો આ બીઆરટીએસ માર્ગ છે. જયાં આગામી માસથી લકઝુરીયસ બસ દોડશે તેવો દાવો મ્યુનિ. કમિશનરે કર્યો છે.

મેગાસિટીમાં પણ આવાં દ્દશ્યો....


આ કોઈ દુષ્કાળનું દ્દશ્ય નથી, પરંતુ અમદાવાદ શહેરના છેવાડે આવેલા વટવા તરફ જતી રેલવેલાઇન પાસે કાળઝાળ ગરમીમાં ફાટી ગયેલી જમીન પર પગપાળા પાણી લેવા જતી આ મહિલાઓની વેદના ઘણુંબધું કહી જાય છે.

સાડીમાં શોભે નારી....


શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉમિયા પરિવાર મહિલા વિકાસ મંડળ દ્વારા રવિવારે રાત્રે ગૃહિણી તાલીમ શિબિરમાં મહિલાઓ તથા યુવતીઓ સાડી પહેરી કેટવોક કર્યું હતું તથા જુદી જુદી સાડી પહેરવાની તાલીમ લીધી હતી.

Thursday, May 21, 2009

વડ દાદો થઇને દાનવ બન્યો...


સંતાનોને ખોળે બોલવતો આ સાગર ખબર નહોતી કે તું બની જઇશ અકાળ મૃત્યુની ચાદર તારે પેટાળે ભર્યા છે કિંમતી રત્નો, પોખરણ ને ઝવેરાત તોયે ખોટ સાને પડી કે ખેંચી ગયો તું આ માણસો તું તો બડો દગાબાજ નીકળ્યો, વડ દાદો થઇને દાનવ બન્યો આટલો કાતિલ, ક્રૂર ને વિકરાળ શાને બન્યો?

મહેલમાં પણ માતમ...


ચોરવાડનું આ અનાવૃત્ત સૌંદર્ય હજારો સહેલાણીઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે અને મહેલના સામેનો શાંત દેખાતો દરિયો કયારે વિકરાળ રૂપ ધારણ કરી દાનવ બની જાય છે તે કોઈને ખબર પડતી નથી અને પોતાના કાંઠે બનેલી શુક્રવારની દુઘટર્નાથી ચોરવાડની ઓળખ સમાન મહેલ પણ ચિતકાર પોકારી ઉઠ્યો હોય તેવો વેરાન ભાસે છે.

દુઘટર્નાના સાક્ષી ચપ્પલો હવે કોણ પહેરશે


હોંશે હોંશે ખરીદેલા મેચીંગ ચપ્પલ જાણે એકલા થઈ ગયા અને એકબીજા સાથે ગોજારી ઘટનાની ભૂતાવળને વાગોળતા હોય તેમ દરિયાકાંઠે જ રહી ગયા...

આ પગલાં હવે ક્યારેય નહીં પડે...


રેતી પર પડેલાં પગલાં દરિયો મોઝાં મોકલીને ભૂંસી નાખતો હોય છે. પણ નવ જિંદગીઓને ભૂંસી નાખ્યા બાદ સમુદ્રદેવનું પણ જાણે ખપ્પર ભરાઈ ગયું હોય તેમ શાંત થઇ ગયો હતો અને સાંજ સુધી ડૂબી જનાર ટીચર્સના પગલાં રેતી પર યથાવત્ રહ્યાં હતાં.

દસ રૂપિયા હવે સિક્કા સ્વરૂપે...


રિઝર્વ બેન્કે તાજેતરમાં ૧૦ રૂપિયાનો ચલણી સિક્કો બહાર પાડ્યો છે. બે રૂપિયાના સિક્કા જેટલા કદનો આ સિક્કો વજનમાં હલકો છે. પાતળી ધાતુમાંથી બનાવાયેલા ૧૦ રૂપિયાના સિક્કા શહેરીજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

મહિલાઓ મોરચા ઉપર...


આ પ્રકારની શેખી કરનાર નેતાઓ જોતા રહ્યા ને મહાગુજરાત કલ્પનામાંથી વાસ્તવિકતા બન્યું. સાચા અર્થમાં આ લોકઆંદોલન હતું અને ઇન્દુચાચા સાચા અર્થમાં લોકનેતા હતાં. ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થવાના ટાણે મહાગુજરાતના લડવૈયાઓને ભૂલી શકાય તેમ નથી.

રોટી, કપડા અને મકાનથી વંચિત દેશનું ભાવી


દેશમાં 15મી લોકસભા ચૂંટણીના છેલ્લા દિવસોમાં આરપારનું રાજકારણ રમાઇ રહ્યું છે. અને પીએમની હોટ સીટ પર બેસવા રાજકારણીઓ એક બીજાના ટાંટ્યાં ખેંચી રહ્યાં છે. તે સમયે દેશનું ભાવી આ ગરીબ બાળકો બે વખતની રોટલી મેળવવા મે મહીનાની આગઝરતી ગરમીમાં કપડા વગર અમદાવાદના આશ્રમ રોડ પર રખડી રહ્યા છે. માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાત રોટી, કપડા અને મકાન દરેક ભારતીયોને મળવી જોઇએ, પરંતુ આ બાળકોને જોઇને લાગે છે કે તેઓ આ ત્રણેય જરૂરીયાતથી વંચિત છે.

મહાગુજરાત આંદોલનનાં સંસ્મરણો...


મહાગુજરાત આંદોલનમાં સક્રિય રહેલા ૮૩ વર્ષીય બુલાખી નવલખા ઐતિહાસિક આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ખાંભી સત્યાગ્રહની પ્રથમ ટુકડીમાં ૧૭-૮-૧૯૫૮ના રોજ ધરપકડ વહોરવા આગળ ધપી રહ્યા હતા તે સમયની પોતાની તસવીર દર્શાવી રહ્યા છે.

મહાગુજરાત લેવા ઊમટેલો માનવ મહેરામણ...


આ પ્રકારની શેખી કરનાર નેતાઓ જોતા રહ્યા ને મહાગુજરાત કલ્પનામાંથી વાસ્તવિકતા બન્યું. સાચા અર્થમાં આ લોકઆંદોલન હતું અને ઇન્દુચાચા સાચા અર્થમાં લોકનેતા હતાં. ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થવાના ટાણે મહાગુજરાતના લડવૈયાઓને ભૂલી શકાય તેમ નથી.

ગુજરાત દિને ગુજરાતનો નકશો


શુક્રવારે સમગ્ર રાજયમાં ગુજરાત દિનની ઉજવણી થઈ હતી. શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનાથ વ્યાયામ મંદિરમાં બાળકોએ હરોળમાં ગોઠવાઈને ગુજરાતનો નકશો બનાવ્યો હતો.

ખાક પડી છે અહીં કોઈના લાડકવાયાની...


આ પ્રકારની શેખી કરનાર નેતાઓ જોતા રહ્યા ને મહાગુજરાત કલ્પનામાંથી વાસ્તવિકતા બન્યું. સાચા અર્થમાં આ લોકઆંદોલન હતું અને ઇન્દુચાચા સાચા અર્થમાં લોકનેતા હતાં. ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થવાના ટાણે મહાગુજરાતના લડવૈયાઓને ભૂલી શકાય તેમ નથી.

રાજીવ ગાંધીનો ગુજરાત પ્રવાસ...


તા.૨૧મી મે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની અઢારમી પુણ્યતિથિ છે ત્યારે જનસમૂહમાં વ્યાપક ચાહના મેળવનાર આકર્ષક વ્યકિતત્વ ધરાવતા આ નેતા ૧૯૮૯માં ગુજરાતને ખેડી વળ્યા હતા અને અંતરિયાળ ગામોમાં પણ લોકોને મળી લાગણીના સંબંધો ઊભા કર્યા હતાં. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની આ સુંદર લાક્ષણિક તસવીર તેમની સાથે રાજયનો પ્રવાસ કરનાર પીઢ તસવીરકાર સ્વ.શુકદેવ ભચેચનાં કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.

રાજીવ ગાંધીનો ગુજરાત પ્રવાસ...


તા.૨૧મી મે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની અઢારમી પુણ્યતિથિ છે ત્યારે જનસમૂહમાં વ્યાપક ચાહના મેળવનાર આકર્ષક વ્યકિતત્વ ધરાવતા આ નેતા ૧૯૮૯માં ગુજરાતને ખેડી વળ્યા હતા અને અંતરિયાળ ગામોમાં પણ લોકોને મળી લાગણીના સંબંધો ઊભા કર્યા હતાં. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની આ સુંદર લાક્ષણિક તસવીર તેમની સાથે રાજયનો પ્રવાસ કરનાર પીઢ તસવીરકાર સ્વ.શુકદેવ ભચેચનાં કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.

રાજીવ ગાંધીનો ગુજરાત પ્રવાસ...



તા.૨૧મી મે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની અઢારમી પુણ્યતિથિ છે ત્યારે જનસમૂહમાં વ્યાપક ચાહના મેળવનાર આકર્ષક વ્યકિતત્વ ધરાવતા આ નેતા ૧૯૮૯માં ગુજરાતને ખેડી વળ્યા હતા અને અંતરિયાળ ગામોમાં પણ લોકોને મળી લાગણીના સંબંધો ઊભા કર્યા હતાં. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની આ સુંદર લાક્ષણિક તસવીર તેમની સાથે રાજયનો પ્રવાસ કરનાર પીઢ તસવીરકાર સ્વ.શુકદેવ ભચેચનાં કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.

કેરી ભલે મોંઘી, અથાણાં તો જોઈએ જ...


ઉનાળો બરાબર જામ્યો છે ત્યારે અથાણાં બનાવવા માટેની ખાસ રાજાપુરી કેરીઓના ભાવ પણ ગરમીના પારાની જેમ ઊચે ચઢયા છે. ચાલુ વર્ષે અથાણાંની કેરીઓના ભાવ આસમાને રહ્યા છે છતાં ખાવાપીવાના શોખીન અમદાવાદીઓની કેરીના બજારમાં ભારે ભીડ જોવા મળે છે.

Wednesday, May 20, 2009

વેકેશનનો આનંદ...


મોટા ભાગની સ્કૂલોએ રિઝલ્ટ જાહેર કરી દેતાં અમદાવાદ શહેરના બાગબગીચા, કાંકરિયા તળાવ, પ્રાણીસંગ્રહાલય વગેરે સ્થળોએ બાળકો વેકેશનનો આનંદ માણવા ઊમટી પડે છે.

વરઘોડો કે વર વિન્ટેજ...


વરરાજા ઘોડા પર પરણવા જતાં એટલે વરઘોડા પર જાન નીકળી એમ કહેવાતું હતું, પરંતુ ૨૧મી સદીના આ મૂરતિયાએ તો ૨૦મી સદી એટલે કે ૧૯૫૩ની વિન્ટેજ કાર કે જે અંગ્રેસ વાઇસરોય વાપરતાં હતાં તેની પર જાન કાઢી હતી, ત્યારે હવે શું કહીશું? વર વિન્ટેજ..! આ મૂરતિયો માજી કોર્પોરેટર મદનસિંહ અટોદરિયાના સુપુત્ર અંકિત હતો, જે રાજપુત પરંપરા મુજબ પરણવા જાન લઈ ગયો હતો. ગાડીની આજુબાજુ રાજસ્થાની રજવાડી ડ્રેસમાં ઘોડેસવારોએ સજજ થઈ શોભામાં વધારો કર્યો હતો.

ફૂલ - કૂલ હોટ શો


એનઆઇએફડીના વિધાર્થી - વિધાર્થિનીઓ દ્વારા તૈયાર કરાયેલા વસ્ત્રોનો રવિવારે વડોદરાના એક મોલમાં ફેશન શો યોજાયો હતો.

ફુવારો સ્વિમિંગ પુલ બન્યો!


શહેરના નવાવાડજ વિસ્તારમાં તાજેતરમાં શહેરનો સૌથી મોંઘો ફુવારો દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તેનું ઉદ્ઘાટન એલ.કે. અડવાણીના હસ્તે કરાયું હતું. પણ ત્યારબાદ મ્યુનિ. દ્વારા તેની માવજત નહીં રખાતાં તેમાં હવે ઉનાળામાં બાળકો નહાવા પડે છે અને ફુવારો શોભાના ગાંઠિયા જેવો સાબિત થઈ રહ્યો છે. આ ફુવારો કયારે ચાલુ થશે તે તો ભગવાન જ જાણે!

નળ સરોવર સૂમસામ...


શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે પણ શહેરવાસીઓ પરપ્રાંતમાં પ્રવાસે નીકળી ગયા હોય તેવું લાગે છે. પક્ષીઓની આખી મોસમ જતી રહી પણ નળ સરોવરની ઘણીખરી નાવ ભાગ્યે જ પાણીમાં ગઇ હશે અને કિનારે પ્રવાસીઓની રાહ જોઈને બેસી રહી છે. પ્રવાસીઓ વગર નળ સરોવર સૂમસામ થઈ ગયું છે.

તરબૂચ નવાં પણ ઠંડક જૂની ને જાણીતી...


કાળઝાળ ગરમીમાં શહેર શેકાઈ રહ્યું છે. અસા ગરમીથી ત્રસ્ત થયેલા શહેરીજનો રાત પડે એટલે શેરડી, કેરી અને તરબૂચના થડા પર ઓ જમાવીને બેસી જાય છે. આ વખતે શહેરીજનો માટે બજારમાં નવાં ‘મિથિલા’ તરબૂચ આવ્યાં છે. બહારથી લીલા રંગના દેખાતાં તરબૂચનો અર્ક પીળા રંગનો હોવાથી આકર્ષણ જમાવ્યું છે. ટેસ્ટ કરનારાઓ કહે છે કે, આ તો તરબૂચ છે નવાં, પણ ઠંડકનો અહેસાસ એ જ જૂનો ને જાણીતો છે.

ગરમીમાં ઠંડક…


આખા દેશમાં આ વરસે ગરમીએ કેર વર્તાવ્યો છે, સુરતમાં ગરમીનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી બચવા પોતાની રીતે રસ્તો કાઢવાની શરૂઆત કરી દીધી હતી. મોટેરાઓ જયાં ઠંડક મેળવવા વિવિધ રીતો અપનાવી રહ્યા છે ત્યારે ટાબરિયાંઓને પાણીમાં મસ્તી કરવાની મઝા પડી ગઇ.

ખુશનુમા વાતાવરણ…


સુરતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે સુરત શહેરનું વાતાવરણ એકંદરે ખુશનુમા રહ્યું. થોડી ગરમી બાદ સુસવાટાબંધ પવન નીકળતાં લોકોએ ગરમીથી થોડી રાહત અનુભવી હતી.

Tuesday, May 19, 2009

સફાઈની રાહ જોતી સાબરમતી...


સાબરમતી નદીમાં પાણી સુકાઇ જતાં હાલમાં ગંદકીના થર જામ્યા છે. હવે સફાઇની રાહ જોવાઇ રહી છે કે કયારે થશે.

મહાકાય કાચબો


વેરાવળની દિવાદાંડી પાછળ ચોપાટીના દરિયાકાંઠે ૧૦૦ કિલો વજનનો મહાકાય કાચબો તણાઇ આવ્યો હતો. જેના પગલે લોકોના ટોળાં ઉમટયા હતા. આ અંગેની જાણ થતાં ફોરેસ્ટર નાનજીભાઇ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક અનુમાનમાં ઇજાગ્રસ્ત કાચબાનું ત્રણેક દિવસ પહેલા દરિયામાં જ બીમારીના કારણે મૃત્યુ થયાનું વનતંત્રે અનુમાન કર્યું હતું.

બાપુ તેરી સાબરમતી...


સાબરમતી નદીમાં આ બાળકો ગરમીથી રાહત મેળવી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સાબરમતીને દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી જાહેર કરાઈ છે અને તેને ‘ડી’ ગ્રેડ અપાયો છે.

જાનદાર સવાર, શાનદાર સવારી...


સુરતના ડુમસ રોડ ખાતે નાનાં ભૂલકાઓ બાઈકની મજા માણે તે માટે આવી આકર્ષક નાની બાઈકો ભાડેથી મળે છે. જેની સૌ નાના અને મોટા મજા માણે છે.

ક્યા સારા લાગશે?


શહેરમાં એક તરફ મોલ કલ્ચર વિકસ્યુ છે ત્યારે શહેરનાં કેટલાક લોકો ફૂટપાથ બજારને વધુ પસંદ કરે છે. નવરંગપુરા ખાતેના ચંપલ બજારમાં મહિલાઓ જોઇ તપાસીને મનપસંદ પગરખા પસંદ કરી શકે છે.

લીલાં ઝાડ પર પીળાં ફૂલોનો શણગાર...


ભર ઉનાળે શહેરના ઘણાં વૃક્ષો ઉપર પીળાં રંગના ફૂલ આવ્યાં છે. ઝાડનાં લીલાં પાંદડાં અને પીળાં ફૂલો વરચેથી ડોકિયું કાઢતો સફેદ બગલો પણ જાણે કુદરતની લીલાને માણી રહ્યો હતો.

પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અર્પણ...


દેશભરની નદીઓમાં સૌથી વધુ પ્રદૂષણવાળી નદીમાં સાબરમતીનો સમાવેશ થાય છે, આ વાત કોઈ ખાનગી નથી. પ્રજા, સરકાર અને મ્યુનિ. તંત્ર પણ આ કડવી વાસ્તવિકતાથી અજાણ નથી, તેમ છતાં એક પણ સરકારી તંત્ર સાબરમતીને વધુ દૂષિત બનતી અટકાવવા યુદ્ધના ધોરણે પગલાં ભરતું નથી. હાલમાં પણ ઔધોગિક વસાહતોમાંથી અને ખુલ્લી ગટરો દ્વારા સાબરમતીમાં ઝેરી કેમિકલયુકત પાણી ૨૪ કલાક ઠલવાઈ રહ્યું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આ વાસ્તવિકતા પ્રસિદ્ધ થયા પછી કેવાં પગલાં ભરે છે તે હવે પ્રજાને જોવાનું છે.

કોર્પોરેશન નિર્મિત તળાવ...


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેના કારણે હજારો લિટર પાણી ખાડામાં ભરાઈ જતાં ખાડો તળાવ બની ગયો હતો. ભંગાણના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Monday, May 18, 2009

તરસ નહીં ભૂખ ભાંગવા માટે પાણી..


મીઠાના અગરના પાટામાં વહેતુ પાણી નહેરમાં વહેતા પાણી કરતા જરાય ઉતરતા મૂલનું નથી. નહેરનું પાણી પાક અને માનવીઓની તરસ બુઝાવે છે તો દરિયાની નહેરમાંથી અગરની નીકમાં પાણીને તદ્દન દેશી ઢબે ખેંચીને આ મહિલા પાણીની સાથે પોતાના પેટની ભૂખ ભાંગવાની કોશિશમાં છે

કેટવોક


કતારગામ ખાતે આવેલા ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટયૂટ દ્વારા વિધાર્થીઓએ બનાવેલી જવેલરીને પહેરી વિધાર્થીઓએ રેમ્પ ઉપર કેટવોક કર્યું હતું. મંદીનો માહોલ સમાપ્ત થઈ ગયા હોવાનો સંકેત પણ આ વિધાર્થીઓએ આપ્યો હતો.

ઉછીનાં નીર પણ સૂકાયાં...

નર્મદાનાં નીરથી છલકાતી સાબરમતીને દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી જાહેર કરાઈ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઊલટી દિશામાં વહેતી સાબરમતીમાં આમેય પાણી શોધવું પડે તેવી સ્થિતિ હતી. નર્મદાનાં નીરથી ભરેલી લાગતી નદી પર હાલમાં સૂર્યનારાયણ તપેલા છે. ગરમીના પ્રકોપને કારણે સાબરમતીનાં નીર સૂકાયાં છે. સુભાષબ્રિજ નીચેના પટમાં પાણી ઓછું થઈ ગયું છે અને અમુક ભાગમાં લીલ પથરાઈ ગઈ છે.

ફેશન કા જલવા...

વડોદરા શહેરના મોલમાં ફેશન શો યોજાયો હતો જેમાં વિવિધ મોડલોએ સમર ફેશનનાં વસ્ત્રો સાથે રેમ્પ પર વોક કર્યું હતું.